29 March 2020

સરળ અને વેશ્વિક ભાષા – અંગ્રેજી

                           કોઈપણ દેશ ના વિકાસ મા જે તે દેશ નુ શિક્ષણ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. આર.ટી.ઈ દ્વારા આપણી ભારત સરકાર ખુબ સરસ અભિયાન ચલાવી રહી છે. ૬ થી ૧૪ વર્ષ નુ શિક્ષણ દરેક બાળક માટે મફત અને ફરજીયાત કરેલ છે.ગુજરાતી,हिंदी , English,ગણિત,વિજ્ઞાનજેવા અનેક વિષયો નુ શિક્ષણ બાળકો મેળવે છે. શિક્ષણ નુ માધ્યમ તો માતૃભાષા જરૂરી છે, પરંતુ સાથે સાથે અગ્રેજી ભાષા નુ શિક્ષણ પણ તેટલુ જ જરુરી છે.
                     અગ્રેજી ભાષા ના શિક્ષણ દ્વારા વ્યક્તી મોબાઈલ,કોમ્પ્યુટર ઓપરેટ કરી ને વિશ્વ મા શુ બની રહ્યુ છે તે ઈંન્ટરનેટ ના માધ્યમ થી જાણી શકે છે. ઉચ્ચ અભ્યાસ માટે નુ જે સાહિત્ય માતૃભાષા મા નથિ મળતુ તે સહેલાઈથી અંગ્રેજીભાષા મા મળી જાય છે. ઘણા વિધ્યાર્થીઓ મા અંગ્રેજી,ગણિતઅને વિજ્ઞાન આ વિષય પ્રત્યે વધારે અણગમો જોવા મળે છે, જેનુ કારણ એકજ  છે કે તેઓ આમા રસ ધરાવતા નથી.જે વિધ્યાર્થીઓ આ ત્રણ વિષય મા રસ નથી રાખતા તેઓ નો દસમા ધોરણ પછી વિકાસ જોઈએ એવો નથી થતો.

   

      Dynamic Memory English Speaking Course    

      

     અંગ્રેજી મા કોઈપણ સ્પેલિંગ લખવાની સહેલી ટ્રીક 
                      
               અંગ્રેજી જાણકાર વ્યક્તિ આજ કોમ્યુટર ના જ્ઞાન આધારે ખુબજ સારી એવી નોકરી મેળવતા થયા છે. અંગ્રેજી શિક્ષણ ના આધારે ખુબ માન સન્માન મેળવી રહ્યાછે. ઘણાં બધાં ક્ષેત્રો, વ્યવસાય અને વેપારમાં જેવા કે તબીબી અને કોમ્પ્યૂટર વગેરેમાં અંગ્રેજી ભાષાનાં જ્ઞાનને પ્રાથમિક જરૂરીયાત ગણવામાં આવી છે. જેનાં પરિણામે અંદાજે 1 અબજ લોકો અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન મળે તેટલો અભ્યાસ તો કરે જ છે.હાલ મા તમામ સરકારી નોકરી ની ભરતી મા પણ કોમ્પ્યુટર નુ જ્ઞાન ફરજીયાત થઈ ગયેલ છે.અંગ્રેજી ભાષા ના મહત્વ અને જરૂરીયાત ના લીધે આશરે 37.5 કરોડ લોકો અંગ્રેજીને તેમની પ્રથમ ભાષા તરીકે બોલે છે. અંગ્રેજી બહોળા પ્રમાણમાં બોલાતી હોવાને કારણે ઘણી વખત તેને "વિશ્વભાષા" તરીકે સંબોધવામાં આવે છે. 
                     
    
                અંગ્રેજી ભાષા એ સહુ થી સરળ ભાષા છે.આ ભાષા કોઈ કાના,માત્રા,રસ્વઈ,દિર્ધઈ કે માત્રા વગર ની હોઈ ખુબજ સરળ મા સરળ ભાષા છે. બોર્ડ ના પેપર ની ચકાસણી મા બીજી ભાષા મા કાના,માત્રા,રસ્વઈ,દિર્ધઈ ની ભુલ ના માર્ક્સ કપાઈ જાય  છે.જ્યારે અંગ્રેજી મા ગણિત ની જેમ રોકડીયા માર્ક્સ પણ લઈ શકાય 
                  
                હાલ મા અંગ્રેજીભાષા વિશે નેટ પર ખુબજ અધ્યયન સામગ્રી ઉપ્લબ્ધ છે તો તેને અહી સંકલન કરી ને રજુ કરવામા આવી છે. અહી ધોરણ ૬થી ૮ના અંગ્રેજી ના બન્ને સત્ર ના પાઠ્યપુસ્તકો P.D.F સ્વરુપે તેમજ તેના વિડીયો લેશન પણ મુક્વામા આવેલા છે.આ ઉપરાંત  સ્પેલીંગ ,ગ્રામર,વાર્તા ના વિડિયો મુકવામા આવેલા છે.આશા છે કે આ બધુ ખુબજ ઉપયોગી થશે.થોડોક રસ લઈ ને અંગ્રેજી ભાષા શીખીશુ તો ખુબજ સરળ લાગશે.    
English is Easy