કોઈપણ ભાષા શિખવા માટે જે તે ભાષા ના શબ્દભંડોળ ની જાણકારી હોવી જોઈએ. શબ્દભંડોળ આપણે કેવી રીતે વધારી શકીયે તે જોઈએ.
1. શરુઆત મા ABCD ના કાર્ડ બનાવીને આલ્ફાબેટ નો ખ્યાલ આપવો.
2. ABCD લખતા શિખવવુ, અને તેમા પડતી મુશ્કેલીઓ દુર કરવી.
3. ABCD નો ખ્યાલ આવતાજ અંગ્રેજી ની બારાક્ષરી શીખવાડવી જોઈએ.
4. શરૂઆતમા કાર્ડ્સ દ્વારા નાના સ્પેલીંગ બનાવવાની પ્રવ્રુતી કરાવવી.આ માટે ABCD ના જરૂરીયાત મુજબ કાર્ડસ ના સેટ બનાવી શકાય છે.
5. દરરોજ કોઈ એક ટોપીક આધરે સ્પેલીંગ બનાવવાની પ્રવ્રુતી કરાવી શકાય.
6. વર્ગ મા છેલ્લી ૩૦ મિનિટ દરમ્યાન સ્પેલીંગ ના વિડિયો બતાવી શકાય છે. દ્રશ્ય શ્રાવ્ય
માધ્યમ વધુ અસરકારક બને છે.
7. નિરિક્ષણ શક્તિ દ્વારા પણ શબ્દભંડોળ વધારી શકાય છે. વર્ગ મા બાળકો ને કહેવાનુ કે આપણા વર્ગ મા તમને જે કાઈ વસ્તુ દેખાય તેના સ્પેલીંગ લખો.આ દરમ્યાન કોઈ વસ્તુ નો સ્પેલીંગ લખવામા જો મુશ્કેલી પડે તો તે કહી શકાય.
8. મુલાકાત પધ્ધતી દ્વારા પણ શબ્દ ભંડોળ વધારી શકાય છે. જેમકે રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન ,કે અન્ય કોઈ સરકારી કચેરી કે કોઈ કારખાના ની મુલાકાત લઈ ને ત્યા જોયેલ વસ્તુ ના સ્પેલીંગ લખવા કહી શકાય.
9. વર્ગ મા સ્પેલીંગ ની અંતાક્ષરી રમાડી શકાય.
10. વર્ગ મા એક મિનિટ ની રમત રમાડી શકાય ,જેમા એક મિનિટ મા આવડ્તા સ્પેલીંગ લખવા કહી શકાય .
11.
આવી કોઈ આકૃતી બોર્ડ પર દોરી ને તેમા રહેલા આલ્ફાબેટ દ્વારા સ્પેલીંગ બનાવવા ની રમત રમાડી શકાય.12.
અહી દર્શાવેલ આકૃતી મુજબ ખાના બોર્ડ મા દોરી ને સ્પેલીંગ ની રમત રમાડી શકાય.
No comments:
Post a Comment